Bhavnagar News | ઉમરાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

Continues below advertisement

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા માટે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ ભાવનગર જિલ્લાના ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે બાળકો હવે ખુલ્લા વૃક્ષ નીચે અને મંદિરની લોબીમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બની ગયા છે વાત કરી રહ્યા છીએ ઉમરાળા તાલુકાના ધામણકા અને ડેડકડી ગામની પ્રાથમિક શાળાની જ્યાં બાળકોને અભ્યાસ તો કરવો છે પરંતુ અભ્યાસ કરી શકે તેવા ઓરડા નથી જો વરસાદ આવે તો ના છૂટકે સ્કૂલમાં રજા આપવી પડે છે શિક્ષણ મંત્રીએ તાકીદે આદેશ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ થઈ રહી છે 

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અનેક ગામો એવા છે જ્યા શિક્ષણની સ્થિતિ કથળી છે, કારણ કે તાલુકાના ધામણકા, ઠોંડા, ડેડકડી અને કેરિયા સહિતના ગામોમાં સરકારી શાળાઓ તો આવેલી છે, પરંતુ અહી ઓરડા નહિ હોવાથી વિદ્યાર્થીઓ ને ખુલ્લામાં વૃક્ષો નીચે બેસી ને અભ્યાસ કરવો પડે છે, જ્યારે અન્ય ગામમાં આવેલા મંદિરની લોબીમાં બેસીને અભ્યાસ કરવો પડે છે, ત્યારે સ્થાનિક ગામ લોકોની માંગ છે કે સરકાર આ ગામો તાકીદે નવા ઓરડા બનાવી આપે નહિતર આ બાળકો ના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડશે. ભાવનગર જિલ્લામાં કુલ 776 ઓરડા ની કટ છે જેની સામે કાગળ પર 572 રોડ મંજુર કરી દીધા છે પરંતુ કોઈ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર નથી તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram