અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવવા લાગી લાઇન, જુઓ વીડિયો
કોરોનાના વધી રહેલા કેસ સામે તંત્રએ રણનીતિ બદલી હતી. એક વાર ટેસ્ટ કરાવ્યા બાદ આંગળી પર કાળું ટપકું કરવામાં આવી રહ્યું છે. સાથે જ 100 ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓના જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વસ્ત્રાપુર ખાતે ઉભા કરાયેલા ડોમ બહાર વહેલી સવારથી જ લાઈનો જોવા મળી તો એક વખત કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ નાગરિકો બે ત્રણ દિવસમાં ફરી વખત પોતાના ટેસ્ટ કરાવતા હોવાનું સામે આવતા હવે ડોમ પર ટેસ્ટ માટે આવેલા લોકોની આંગળી પર કાળી શાહીથી નિશાન કરવામાં આવશે.