ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ અંતર્ગત બે રાઉન્ડ બાદ ખાલી બેઠકો ભરવા કોલેજોને મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશથી બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે ૨૫મી નવેમ્બર સુધી ચાલશે. ખાલી પડેલી બેઠકો, એટલે કે મેનેજમેન્ટ ક્વોટની પ્રવેશ કાર્યવાહી, જે તે કોલેજને AICTE ના ધારાધોરણ મુજબ ભરવા માટે પરવાનગી આપવામાં આવી છે. જ્યારે બાકી રહેલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની કાર્યવાહી પ્રવેશ સમિતિ પોતે કરશે. અંદાજે 3 હજાર જેટલી સરકારી એન્જીનિયરીંગ કોલેજોની બેઠકો છે, કે જે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ મારફતે ભરવામાં આવશેમ ડિગ્રી એન્જિનિયરિંગની કુલ ૫૧ હજાર બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી બે રાઉન્ડ પુરા થયા છે. જેમાં ૧૮ હજાર 277 જેટલી બેઠકો ભરાઇ છે.જ્યારે 33 હજાર 200 જેટલી બેઠકો ખાલી રહેવા પામી છે. ચાલુ વર્ષે વર્તમાન પરિસ્થિતિને જોતા AICTEએ કોલેજોને પ્રવેશ કાર્યવાહી 30 તારીખ સુધી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
Continues below advertisement