Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન

Continues below advertisement

Ahmedabda Rath Yatra 2024 | અમદાવાદના જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અષાઢી બીજ એટલેકે રથયાત્રા પર વર્ષોની પરંપરા મુજબ મંગળા આરતીના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી છે. આ અવસરે અમિત શાહનો પરિવાર પણ હાજર રહ્યો હતો. આ સિવાય અમદાવાદના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર અલગ અલગ રથ પર બિરાજમાન થયા હતા. આ બાદ મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિ કરીને વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 

અમદાવાદ રથયાત્રામાં ધર્મની સાથે વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં ઈસરો અને નાસાની થીમ પર ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટ્રકમાં રોકેટની કૃતિ અને અવકાશી યાત્રી બનેલા બાળકો ધ્યાન ખેંચી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram