CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના
Continues below advertisement
CM Bhupendra Patel | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રથયાત્રાની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, અષાઢી બીજ - રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આસ્થાનું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં સોનાની સાવરણથીથી પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં થોડીવારમાં રથયાત્રા AMC પહોંચશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન રથનું પૂજન કરશે. રથયાત્રાના દર્શન કરવા ભક્તો રોડ પર આવ્યા છે. ભક્તો બંને સાઈડ રથની પ્રતીક્ષા કરી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Jagannath Mandir Ahmedabad Rath Yatra Jay Jagannath Bhupendra Patel Rath Yatra 2024 Ahmedabad Rath Yatra 2024 Kutchi New Year