Ahmedabad Rath Yatra : સરસપુરની શેરીઓ ફેરવાઈ રસોડામાં, ભક્તોએ લીધો પ્રસાદ

Continues below advertisement

Ahmedabad Rath Yatra : સરસપુરની શેરીઓ ફેરવાઈ રસોડામાં, ભક્તોએ લીધો પ્રસાદ 

અષાઢી બીજના દિવસે સરસપુરમાં રથયાત્રાના વધામણાં થાય છે, ત્યારે જેટલા પણ હરિભક્તો અહીંયાં જોડાય છે, તેમના માટે ખાસ કરીને પ્રભુ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને સરસપુરની દરેક ગલીઓ, દરેક શેરીઓ જાણે રસોડામાં ફેરવાઈ જતી હોય છે અને જેટલા પણ હરિભક્તો અહીંયાં આવે છે, તેમના માટે જાતજાતના અને ભાતભાતના ભોજનનો સ્ટોલ પીરસવામાં આવે છે. અત્યારે અમે લોકો સરસપુરની સૌથી મોટી શેરી, એટલે કે લુહારની શેરીમાં આવી ગયા છીએ. છેલ્લા 48 વર્ષથી અહીંયાં રથયાત્રાના દિવસે જેટલા પણ હરિભક્તો જોડાય છે, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મોહનથાળ, શાક, પૂરીનું આયોજન કરવામાં આવે છે.

આયોજક પ્રવીણભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 48 વર્ષથી આ પ્રભુ પ્રસાદનું આયોજન કરીએ છીએ. લગભગ 15 હજાર હરિભક્તો આ પ્રસાદનો લાભ લેતા હોય છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમે 15 દિવસ પહેલાં જ અમારું આયોજન કરીએ છીએ, પણ બધું ભગવાનની દયાથી એકદમ સરસ રીતે ગોઠવાયેલું હોય છે, એટલે કોઈ તકલીફ પડતી નથી અને અમારું ભંડોળ પૂરું થઈ જાય, એટલે અમે લગભગ જે ગિફ્ટ લેવાની હોય અથવા દાન લેવાનું હોય, એ અમે બંધ કરી દઈએ છીએ. કેટલા ભક્તો અહીંયાં આજે એક સાથે ભોજન લઈ શકે? આ એક સાથે આપ જોઈ રહ્યા છો, તેમ અત્યારે હવે પ્રસાદ ચાલુ કર્યો, તો રથ અહીંથી વિસામો કરી અને પરત થાય, ત્યાં સુધી જે બધા હરિભક્તો હોય અને સાથે અહીંયાં જે દર્શન કરવા આવ્યા હોય, એ બધા મળીને લગભગ 15 હજાર હરિભક્તો આ પ્રસાદનો લાભ લેશે. 15 હજારથી પણ વધુ જે હરિભક્તો છે, તે આ પ્રભુ પ્રસાદનો લાભ લેશે. જો કે, આ પરંપરા નરસિંહદાસજી મહારાજના સમયથી જ ચાલતી આવી છે અને આજે પણ આ પરંપરા સરસપુરવાસીઓ અવિરતપણે જાળવી રાખી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola