Ahmedabad Hospital Video : અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ રામભરોસે, દર્દીએ હોસ્પિ.ના ઉંઘતા સ્ટાફનો વીડિયો કર્યો વાયરલ

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ રામભરોસે, હોસ્પિટલનો સ્ટાફ સૂતો હોય તેવો વીડિયો દર્દીએ કર્યો વાયરલ

અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં. વહેલી સવારે છ વાગ્યે હોસ્પિટલનો સ્ટાફ ઉંઘતો હોય તેવો દર્દીએ વીડિયો બનાવી સોશલ મીડિયામાં કર્યો વાયરલ. ઈમરજન્સી વોર્ડમાં તબીબ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ ઉંઘતા હોય તેવો વીડિયો બનાવીને વાયરલ કર્યો. એટલુ જ નહીં.. હોસ્પિટલમાં સારવાર લેતા આવતા દર્દીઓને ડૉક્ટર હમણા આવશે તેવો હાજર સ્ટાફ જવાબ આપતા વાયરલ વીડિયોમાં કેદ થયા છે.. વાયરલ વીડિયો અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર હેતલ વોરાએ તપાસના આદેશ આપ્યા છે.. વીડિયોમાં જે સમય દેખાય છે તે સમયે હોસ્પિટલના સીએમઓ ગેરહાજર છે.. ત્યારે વીડિયોમાં દેખાતા વ્યક્તિઓ હોસ્પિટલનો સ્ટાફ હશે તો તમામને નોટિસ ફટકારીને ખુલાસો મગાશે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola