Rajkot Rains: રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મનપાની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખુલી
રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ, રેસકોર્સ રિંગરોડ, મવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા મવડી અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર થયા. તો યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગરોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. 150 ફુટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. રોડ પર વરસાદી પાણી ફરી વળતા અનેક જગ્યાઓ પર વાહન ચાલકો અટવાયા. વરસાદી પાણીમાં ડુબી જતા વાહનો પણ બંધ પડ્યા.. એસ્ટ્રોન ચોક અને પોપટપરાના ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. તો અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠતા જોવા મળ્યા.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદથી પાંભર ઈટાળામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા.. તો ધુળીયા દોમડા ગામમાં નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.