Ahmedabad: લગ્ન માટે પાર્ટી પ્લોટ ન મળતા અનોખો વિરોધ, જાનૈયાઓએ રસ્તા પર બેસી કર્યું ભોજન
અમદાવાદમાં લગ્ન કરવા માટે પ્લોટ ન મળતા વર-વધૂએ વિરોધ નોંધાવ્યો હતો. લગ્ન કરવા માટે જાનૈયાઓ ઢોલ નગારા સાથે દક્ષિણ ઝોન કચેરી પહોંચ્યા હતા. અહી વર વધૂ ખુરશી પર બેઠ્યા હતા અને લગ્નનો કાર્યક્રમ શરૂ થયો હતો. લોકોએ રસ્તા પર જ બેસી ભોજન કર્યું હતું. જાનૈયાઓ આ વિરોધ પ્રદર્શનમાં બેનર સાથે જોડાયા હતા. તેમનો આરોપ છે કે લગ્ન માટે પાર્ટી પ્લોટ મળ્યો નહીં. દાણીલીમડાના કાઉંસિલર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.