અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાવાની શક્યતા નહીંવત, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં દિવાળી બાદ વકરેલા કોરોનાને કાબૂમાં લેવા આંશિક સફળતા મળી છે. હાઈકોર્ટે પણ ફરી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તહેવારોની ઉજવણી ન થાય તેવી ટકોર કરી છે.  ત્યારે ચાલુ વર્ષે યોજાનારો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નહીં યોજાઈ.  કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.  જોકે સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સૂત્રોનું માનીએ તો કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ સરકાર પતંગોત્સવ રદ્દ કર્યાની સત્તાવાર જાહેરાત કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram