Ahmedabad Water Logging : અમદાવાદનું વટવા ડૂબ્યું , જનજીવન ખોરવાયું, જુઓ અહેવાલ

Ahmedabad Water Logging : અમદાવાદનું વટવા ડૂબ્યું , જનજીવન ખોરવાયું, જુઓ અહેવાલ 

અમદાવાદ વટવાની અનેક સોસાયટીની આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ . 24 કલાક બાદ પણ પાણી નો ભરાવો યથાવત . સ્કૂલે જતા બાળકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા . પાણીના નિકાલની કોઈ  વ્યવસ્થા નહી . ગઈ કાલે વટવામાં થયો હતો અનરાધાર વરસાદ. પાણીના ભરાવાને લીધે લોકો 1 કિમી ફરવા મજબૂર . તંત્રના પાપે વટવાની હાલત કફોડી બની. વટવા સ્કૂલે જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાવાને કારણે સ્કૂલના યુનિફોર્મ ખરાબ થવાનો ડર. સ્કૂલના બાળકો બૂટ ચપ્પલ હાથ મા લઈ થઈ રહ્યા છે પસાર . બાળકોની વ્યથા કઈ રીતના સ્કુલ પહોંચવું . નોંધનીય છે કે, ગઈ કાલે અમદાવાદમાં આખો દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે અમદાવાદ કોર્પોરેશનની પ્રિ-મોનસૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola