Ahmedabad Water Logging | અમદાવાદ 'ડૂબ્યું' | ABP Asmita | 19-6-2025

Ahmedabad Water Logging: અમદાવાદ 'ડૂબ્યું' | ABP Asmita | 19-6-2025             

અઢી ઈંચ વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદની સૌથી જૂની શારદાબેન હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયા હતા. હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં પરિસરમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચી શકતી નથી. પાણી ભરાવાથી દર્દીઓ, ડોકટરો પરેશાન થયા હતા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થલતેજ, પ્રહલાદનગર, પકવાન, ગોતા, બોપલ, ઘૂમા, શિલજ,સાયન્સ સિટી, વેજલપુર, જીવરાજપાર્ક, મણીનગર, નારોલ, નરોડા, ઘોડાસર, ઈસનપુર, અમરાઈવાડી, ઓઢવ, નિકોલ,રામોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola