અમદાવાદ: ગ્રામીણ વિસ્તારમાં એન્ટીજન ટેસ્ટની સાથે જરૂર પડ્યે એક્સરે અને સિટી સ્કેન મફત કરાવવામાં આવશે
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોના માટે એન્ટીજન ટેસ્ટ ઉપરાંત જરૂર પડે તો નાગરિકોના એક્સરે ફ્રીમા કાઢવામાં આવશે. કોરોના ટેસ્ટ માટે મોબાઈલ વાન ફરતી કરાશે. આર ટી સી આર ટેસ્ટમાં કન્ફર્મેશન ન આવ્યું હોય તેવા કિસ્સામાં કન્ફર્મેશન માટે સીટી સ્કેન પણ ફ્રીમાં કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 1067 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 230 કેસ નોંધાયા હતા. વધતા કોરોનાના સંક્રમણને લઈને અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે.