રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, પાંચ દિવસમાં 5742 કેસ અને 33ના મૃત્યુ
ગુજરાતમાં ફરી કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 5742 કેસ નોંધાયા છે. જ્યારે 33થી વધારે દર્દીઓ કોરોનાના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં દર કલાકે કોરોનાના નવા 22 પોઝિટીવ કેસ આવી રહ્યા છે. પડતર દિવસથી લઈને લાભ પાંચમ વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી જ કોરોનાના 3471 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.
Tags :
Gujrat Corona Updates Corona Virus test Corona Update In Gujarat Coronavirus Epidemic Corona In Gujarat Coronavirus News Coronavirus Covid-19