રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ RTPCR ટેસ્ટ વગર જ શહેરમાં કરી શકશે પ્રવેશ, જુઓ વીડિયો

અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ અર્થે રાજ્ય બહાર ગયા હોય એવા લોકો અમદાવાદ શહેરમાં આવે તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR Test) કરાવવો જરૂરી નથી.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવીડ વેકિસનેશનની (Covid Vaccination) કામગીરી ઉપરાંત માઈક્રોકન્ટેઈન્મેન્ટ (Micro Containment) સ્થળ જાહેર કરવા ઉપરાંત મોટા પાયે ટેસ્ટીંગ કરવા,સર્વે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola