ABP News

Ambalal Patel : ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી

Continues below advertisement

Ambalal Patel : ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક  વખત માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.      
 
મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમના અનુમાન મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

ઠંડીનો ચમકારો વધવાની શક્યતા

આ ફેરફારના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે. આ આગાહીને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં માવઠા અંગે વધુ અપડેટ્સ અને માર્ગદર્શન આપશે.

અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા અને માવઠા દરમિયાન સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી

કાલે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. રાજ્યમાં કમોસમી વરસાદ અને  માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola