
Rajkot Samuh Lagna : સમૂહ લગ્નના આયોજકો ભૂગર્ભમાં | 28 વરઘોડિયા રઝળી પડ્યા
Rajkot Samuh Lagna : સમૂહ લગ્નના આયોજકો ભૂગર્ભમાં | 28 વરઘોડિયા રઝળી પડ્યા
Rajkot: રાજકોટમાં આયોજીત એત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભારે હોબાળો મચ્યો છે. નવી જિંદગીની શરુઆત કરે તે પહેલા જ વર-વધુના સપના ચકનાચૂર થઈ ગયા છે. વરઘોડીયાના ત્યારે હોંશી ઉડ્યા જ્યારે વાજતે ગાજતે મંડપે પહોંચ્યા પછી ખબર પડી કે, સમુહલગ્નના આયોજકો તો ફરાર થઈ ગયા છે. જેવી આયોજકો ફરાર થઈ ગયા છે તેવી જાણ થઈ સહુ કોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવ દંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે. ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી છે.