AMC વિપક્ષ નેતાનો મેયર પર પ્રહાર, કહ્યુ- શહેરમાં પાંચ વર્ષમાં 689 કરોડના કાર્યો બાકી
અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ મેયરને નિષ્ફળ ગણાવ્યા હતા. પાંચ વર્ષમાં 689 કરોડના કાર્ય બાકી હોવાના વિપક્ષ નેતા કમળાબેન ચાવડાએ આરોપ લગાવ્યો હતો. AMCની મળેલી અંતિમ સામાન્ય સભા વિપક્ષ નેતાએ મેયર પર આરોપ લગાવ્યા હતા. પાંચ વર્ષમાં આપેલા વાયદા અનુસાર 94 પ્રોજેક્ટના કાર્ય બાકી રહ્યા હોવાનો મેયર બિજલબેન પટેલ પર આરોપ લગાવ્યો હતો.