અમદાવાદના નારણપુરા વિધાનસભાના ક્યા બુથના પેજ પ્રમુખ બન્યા અમિત શાહ, જુઓ વીડિયો

Continues below advertisement

ભાજપ પ્રદેશ અધ્યક્ષના વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના લક્ષ્યાંકને પાર પાડવા ગૃહમંત્રી અમિત શાહે પણ પહેલ કરી છે. પેજ પ્રમુખ અને પેજ કમિટીની રચનાના કાર્યક્રમમાં અમિત શાહ પણ સામેલ થયા હતા. નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં 38 નંબર બુથના પેજ પ્રમુખ તરીકે શાહને નિમણૂક કરાઈ છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વોર્ડની મતદાર યાદીના પેજ નંબર સાતના પ્રમુખ બન્યા હતા. પ્રમુખ સાથે છ સભ્યોની સમિતિની રચના કરી અમિત શાહે તેનુ ફોર્મ પણ પ્રદેશને પહોંચ્યાડ્યુ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ટ્વિટરના માધ્યમથી અમિત શાહનો આભાર માન્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram