અમદાવાદ: માઈક્ર કન્ટેઈમેન્ટ ઝોનમાં સામેલ બોડકદેવના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં કોર્પોરેશનની બેદરકારી
બોડકદેવ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના 64 મકાન અમે 250 જેટલા લોકોનો સમાવેશ માઈક્રો કન્ટેઈનમેન્ટ અંદર કરવામાં આવ્યો છે. અહીં નવાઈની વાત છે કે આટલા મકાન માઈક્રો કન્ટેઈનમેન્ટમાં હોવા છતા એપારેટમેન્ટથી બહાર કોઈપણ પ્રકારનુ બોર્ડ એએમસી દ્વારા નથી લગાવવામાં આવ્યું. વળી અહિંયાના સ્થાનિકો એએમસીની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા એક પણ વાર હજી સેનેટાઈઝીંગ પણ નથી કરવામાં આવ્યું. એપાર્ટમેન્ટના સભ્યો કોર્પોરેશનની ધીમી ગતિથી નારાજ છે.