AMCની મિલકત 99 વર્ષના ભાડા પર આપવાની દરખાસ્ત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 4835 મિલકતો હવે 99 વર્ષના ભાડા પર આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી AMCને વર્ષે 500 કરોડની આવક થશે. એએમસીનું વાર્ષિક બજેટ 6000 કરોડ છે. જેમાં 500 કરોડનો વધારો થશે. એએમસીએ પોતાની માલિકીની 4835 મિલકતો 99 વર્ષના ભાડા પેટે આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે.અલગ અલગ ત્રણ તબક્કા પ્રમાણે મિલકત ભાડે આપવાના કરાર કરવામાં આવ્યા છે. કોઈ પણ બાંધકામ વગરની ખાલી પડેલી જગ્યા માટે ભાડા કરાર, 10,15 અથવા 30 વર્ષથી ખાલી પડેલી જગ્યાનો પ્રીમિયમ ભાવ આપી બાંધકામ થયેલી જગ્યાનો ભાડાકરાર, પ્લોટ,ગાર્ડન અને અન્ય બાંધકામ સાથેની જગ્યા પરનો ભાડા કરાર. આ દરખાસ્ત અંતર્ગત સૌથી વધુ મિલકત અમદાવાદના મધ્યઝોનમાં ભાડા કરારના ભાગરૂપે આપવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram