રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં, જુઓ વીડિયો
રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતિંત બન્યા હતા. કારણ કે જો હાલમાં વરસાદ વરસે તો ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. મગફળી અને કપાસ સહિતના પાકમાં ફરી નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. મોટાભાગના ગામડાઓમાં ખેતરોમાં મગફળીના પાથરા પડેલા છે ત્યારે વરસાદ વરસે તો તે બગડવાની આશંકા છે.