સફાઇ કર્મચારીઓની હડતાળ વચ્ચે AMCની ગાડીએ વસ્ત્રાપુરમાં રોડ પર કચરો ઠાલવ્યો, જુઓ CCTV
Continues below advertisement
અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળના પગલે કેટલાક સ્થળોએ ગંદકીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ચાર દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાળ યથાવત છે જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવતી ન હોવાથી કચરાના ઢગલા જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીમાંથી રોડ પર કચરો ઠાલવવામાં આવ્યો હતો. વસ્ત્રાપુરમાં આવેલી લાડ સોસાયટી રોડ પર કચરો ઠાલવતી કોર્પોરેશનની ગાડીના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.
Continues below advertisement