મહીસાગરના આ ગામમાં 10 ફૂટ લાંબો અજગર આવતા જોવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો
મહીસાગર વીરપુર તાલુકાના આસપુર ગામે 10 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. આસપુર ગામની સીમમાંથી 10 ફૂટ લાંબો અજગર દેખાતા ગામલોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સલામત રીતે જંગલમાં છોડવામાં આવ્યો હતો.