Amit Shah Speech | આઝાદીના 100 વર્ષ પુરા થાય ત્યારે દરેક ક્ષેત્રમાં ભારત પહેલા નંબરે હોય...
આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપડે નીકળ્યા છીએ. આઝાદી બાદ આપડો દેશ વિકસિત હોય તેનો આપડો સંકલ્પ છે. હું દેશભરમાં ફરું છું. અનેક પ્રકારના ક્ષેત્રમાં નરેન્દ્ર ભાઈએ ખુબ મોટુ પરિવર્તન કર્યું. પહેલા એટલા બધા બૉમ્બ ધડાકા થતા હતા. છાપા વાળા લખવાનું ભૂલી જતા. પણ એક વાર સર્જીકલ સ્ટ્રાઈક કરી કે સામે વાળા ખો ભૂલી ગયા. પહેલા આપડા ram ભગવાન તંબુમાં રહેતા હતા. આજે મંદિર બનાવવાનું કામ પ્રધાનમંત્રીએ ચપટી વગાડતાં કર્યું. દરેક ક્ષેત્રમાં કામ નરેન્દ્ર ભાઈએ કર્યું. મને ઘણી વખત પત્રકારો પૂછે છે કે બધા કામોમાં સૌથી વધુ માર્ક શેમાં આપો. હું ત્યારે કહ્યું છે કે સૌથી વધુ માર્ક 60 કરોડ જનતાના જે સેવાના કામ કર્યા તેના આપું. કરોડો બહેનોના ઘરમાં સિલિન્ડર આપ્યા, દરેક ઘરમાં જાજરૂ આપ્યું, દરેક ગામને રોડ થી જોડવાનુ કામ કર્યું. કોરોનામાં બે રસીઓ લાગી કે નહી ચાંગોદરના લોકો કહેજો. પાંચીયું રૂપિયુંય લાગ્યું છે ખરી? સર્ટિફિકેટ પણ નરેન્દ્ર મોદીના ફોટો સાથે તમારા ઘરે મોકલી દીધું. પણ દેશ આઝાદ કરાવવા માટે જે લોકોએ જીવ ગુમાવ્યો. ભગતસિંહ હોય કે રાણી લક્ષ્મીબાઈ હોય તેઓ અત્યારનું ભારત બનાવવા નથી લડ્યા. પણ વિશ્વનું પ્રથમ દેશ બંને તે માટે લડ્યા. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે વિશ્વનો પહેલો દેશ બંને તેવું કરવું છે. એવો કોઈ વ્યક્તિ ના હોય જેને અંગુઠો લગાવવો પડે. આ માટેની યોજના એટલે વિકસિત ભારતની યોજના. નરેન્દ્રભાઈનો ઉદેશય છે કે એક પણ વ્યક્તિ શિક્ષિત ન હોય તેવો ન રહે. આ સંકલ્પ યાત્રા દરેક ગામે ગામ જશે. જે રહી ગયા છે તેમના ઘરે જઈ જઈને સેવાઓ આપશે. પાંચ લાખનો સ્વસ્થનો ખર્ચો બચે તે માટે અવેરનેશ ફેલાવવાની છે. 2 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષય નરેન્દ્ર મોદી બનાવ્યું છે. મહિને બહેન 8 હજાર કમાવે તેવું કહે એટલે આનંદ થાય છે. દીકરીઓ ગામમાં ssc સુધી એટલીસ્ટ ભણે તે માટેનો પ્રયત્ન કરીએ છીએ. દુનિયા ભરના દેશોનો અભ્યાસ કરીએ તો આટલુ બધું કામ ક્યાય નથી થયું. ગુજરાતમાં તો આપણને બે ફાયદા છે. ઉપર નરેન્દ્ર મોદીની કમળ સરકાર છે અને નીચે ભુપેન્દ્ર સરકારની કમળ સરકાર છે. એટલે કે ને એન્જીન સરકાર છે. મોટી ઉંમરના લોકોને ખબર છે કે સાંજે જમવા બેઠા હોય તો લાઈટ્સ જાય એ પાક્કું પણ શું આજે જાય છે?