અમદાવાદઃ નોકરી ન મળતા એન્જિનિયર આ યુવકે શરૂ કર્યો ટી-સ્ટોલ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારનો રોનક રાજ કે જેને દિવસ-રાત મહેનત કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડીગ્રી હાંસલ કરી પરંતુ તેને નોકરી મેળવામાં મળેલી નિષ્ફળતાથી નાસીપાસ થયા વગર યુવાને ટી સ્ટોલ શરૂ કર્યો છે. જેને નામ આપ્યું છે એન્જીનિયરની ચા. સુભાષબ્રિજ પાસે એન્જિનિયરની ચા નામનો આ ટી સ્ટોલ આવેલો છે.ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન હસમુખ ગોસ્વામી કોલેજમાં અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા રોનકે ઇલેક્ટ્રિકલ ડિગ્રી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
Continues below advertisement