મહેસાણાઃ કપાસની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને લૂંટવામાં આવતા હોવાનો ભાજપના સાંસદે લગાવ્યો આરોપ
Continues below advertisement
કપાસની ખરીદીમાં સીસીઆઈના અધિકારીઓએ ગેરરીતિ કરી ખેડૂતોને લૂંટયા હોવાના આરોપ સાથે મહેસાણાના ભાજપના લોકસભાના સાંસદ શારદાબેન પટેલે કાપડ મંત્રીને પત્ર લખ્યો હતો. કડી ખાતે ટેકાના ભાવે સીસીઆઈ કપાસની ખરીદી કરે છે ત્યારે કડી ખરીદ કેન્દ્ર પર કપાસ ખરીદીમાં સીસીઆઈના અધિકારી ખેડૂતને છેતરતા હોવાની ફરિયાદ મળી હતી જેને લઈ ભાજપના સાંસદ શારદાબેન પટેલે કાપડ મંત્રીને પત્ર લખી સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગણી કરી હતી.
Continues below advertisement