Ahmedabad News: અમદાવાદના પૂર્વ ઝોનમાં ઓડિટોરિયમ તૈયાર, દિવાળી બાદ જનતાને મળશે ભેટ

Continues below advertisement

અમદાવાદના પૂર્વ ઝોનના લોકોને મળશે સૌથી મોટા ઓડિટોરિયમની ભેટ. કઠવાડા એસપી રિંગ રોડ પર ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે.. હાલ સુધી પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલમાં 750 નાગરિકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ તૈયાર કરાયું હતુ..જે બાદ હવે કઠવાડા એસપી રિંગ રોડ પર 1 હજાર 50 નાગરિકો ઉપયોગ કરી શકે તે પ્રકારનું ઓડિટોરિયમ તૈયાર કરાવાયું છે. આ ઓડિટોરિયમના કારણે લાંભા, નારોલ, દસક્રોઈ, કઠવાડા, નિકોલ સહિતના વિસ્તારના લોકોને સામાજિક કામ માટે ઓડિટોરિયમ ઉપયોગી નિવડશે. ઓડિટોરિયમ માં 650 અને 400 ની ક્ષમતા ધરાવતા બે બેંકવેટ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ઓડિટોરિયમના હોલ ના દર નક્કી કરવામાં આવશે. આ ઓડિટોરિયમ ને સવાર અને સાંજ ના દિવસે બે વખત ઉપયોગમાં આપી શકાય તે પ્રકારે ઓનલાઈન બુકિંગ કરવાની પણ વ્યવસ્થા કરાશે

 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola