Ahmedabad માં આત્મહત્યા કરનાર આયશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, બીજો શું થયો મોટો ખુલાસો?
Continues below advertisement
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેનારા આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.તેની સામે મેટ્રો કોર્ટે આરોપી આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તરફ આયશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.આયશાના પતિ આરીફની ધરપકડ બાદ આસિફ નામના યુવકનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ આયશાના મામાનો દીકરો છે. આયશાના ચારિત્ર્ય પર શંકા કરીને આરીફ ત્રાસ આપતો હોવાનો આરોપ છે.બાળકને લઈને પણ આયશા પર આરીફે આરોપ લગાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે
Continues below advertisement