અમદાવાદમાં કેટલા વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
અમદાવાદ પોલીસ કમિશ્નરે દિવાળીના તહેવારને લઈ જાહેરનામું બહાર પાડ્યુ છે. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. જો કે કચરો અને ધુમાડો કરતા હોવાથી સિરીઝમાં ફૂટતા ફટાકડા ખરીદી કે ફોડી શકાશે નહી. PESOએ અધિકૃત અને 125થી 145 ડેસિબલના અવાજ વાળા જ ફટાકડા ફોડી શકાશે. પરંતુ હોસ્પિટલ, ધાર્મિક સ્થળ અને ન્યાયાલયના 100 મીટરમાં ફટાકડા ફોડી શકાશે નહી. અને ઓનલાઈન ફટાકડા ખરીદવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. સાથે જ ગીચ વિસ્તારો, પેટ્રોલ પંપ પાસે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. 9થી 19 નવેમ્બર સુધી જાહેરનામું અમલમાં રહેશે