BAPS Karyakar Suvarna Mahotsav : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ, PM Modi વર્ચ્યુઅલ આપશે હાજરી

Continues below advertisement

BAPS Karyakar Suvarna Mahotsav : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ, PM Modi વર્ચ્યુઅલ આપશે હાજરી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો સુવર્ણ મહોત્સવ 7 ડિસેમ્બરના રોજ યોજાશે.બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાઈને સમર્પણ ભાવથી સંસ્થાની 162 જેટલી પ્રવૃત્તિમાં સેવા આપતા કાર્યકરોનુ અભિવાદન કરવા માટે યોજાનારા આકાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  સ્ટેડિયમ ખાતે હાજરી આપશે. બીજ, વૃક્ષ અને ફળની થીમ પર યોજાનાર આ કાર્યક્રમમાં દેશ વિદેશના કાર્યકરો આવશે. ભારત ઉપાંત 30 દેશોના કાર્યકર આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે. બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામી રથમાં બેસી સ્ટેડિયમમાં એક લાખ જેટલા કાર્યકરોનું અભિવાદન કરશે.

આ કાર્યક્રમના આયોજનના પગલે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાબરમતી જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram