Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?

Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?

અમદાવાદના નરોડામાં ભજીયામાંથી માખી નીકળી. હંસપુરાના બજરંગ ભજીયા હાઉસમાંથી માખી નીકળી. ગ્રાહકે મંગાવેલા ભજીયામાં માખી હોવાનો આરોપ છે. ગ્રાહકે આરોપ લગાવ્યો કે ભજીયામાંથી માખી નીકળી અને જેને લઈ તેમણે ભજીયા હાઉસના સંચાલકોની રજુઆત કરી, જેને લઈ દુકાનના સંચાલકોએ પોતાની ભૂલ પણ સ્વીકારી. ભજીયામાંથી માખી નીકળતા ગ્રાહકે દુકાનદારને રજૂ કરી કે, તો શું કરશું આનું લો, તો અમને ખબર નઈ, છેલ્લા ત્રણ વધ્યા, આગળ ખાઈ ગયા હોય તો. તમે જુ ને આ એક ધ્યાનમાં આવી, એમ કહું છું. 

નોંધનીય છે કે, થોડા કેટલાક સમયથી ફૂડમાંથી જીવાતો નીકળવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ફૂડમાંથી માખી નીકળતા ચકચાર મચી ગઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola