Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી 26મી જુલાઇએ આવશે ગુજરાત, તડામાર તૈયારીઓ શરૂ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી 26મી જુલાઇએ આવશે ગુજરાત, તડામાર તૈયારીઓ શરૂ
રાહુલ ગાંધીના પ્રવાસને લઈ કોંગ્રેસની તૈયારી શરૂ થઈ ગઈ છે. આણંદ ખાતે રાહુલ ગાંધી આવતી કાલે એટલે કે 26 તારીખે આવશે. કોંગ્રેસના સંગઠનમાં પ્રાણ પૂરવા તૈયારી શરૂ કરાઈ છે. આપ બાદ કોંગ્રેસ પણ રણનીતિ માટે તૈયાર. નોંધનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા સક્રીય થઈ ગયા છે. તેમનો ચાર મહિનામાં ગુજરાતનો આ ચોથો પ્રવાસ છે. ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ બાદ તેમનો આ પહેલો પ્રવાસ છે. તેઓ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ સંવાદ કરવાના છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. હવે તેમની જગ્યાએ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા છે.