Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

Continues below advertisement

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. સોનાની સાવરણીથી ભગવાનનો રસ્તો સાફ કર્યા બાદ રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે રવિવારનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ઉમટી પડ્યા હતા. રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રથયાત્રાની શુભકામના પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, અષાઢી બીજ - રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આસ્થાનું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram