Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડીયમ મોલ પાસે આ સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે.
વાયરલ વીડિયો અનુસાર 3 કારમાં 10 થી 15 જેટલા લોકો આવ્યા હતા. હાથમાં તલવારો અને ધોકા સાથે ઉતરી રસ્તા પર ઉભેલા બે યુવકો પર હુમલો કર્યો છે. અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરાતા નાસભાગ મચી છે. 10 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય, ભોલુ, મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા ઉપર ઉભા હતા. ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યારે 1 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુનર ગાડી તેમના તરફ આવી અને પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી ગઈ હતી. આ ગાડી આવતા તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા જેથી તેમના ઢીંચણ છોલાઈ ગયા હતા.આ ગાડીની પાછળ ક્રેટા અને સ્કોર્પિયો ગાડી પણ આવી હતી. આમ ત્રણે ગાડીઓમાંથી કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડીઓ લઈને નીચે ઉતર્યા હતા.આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી. આ ઉપરાંત બીજા 10 થી 12 માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી. આ જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો.