અમદાવાદમાં સી-પ્લેનની કામગીરી પૂર્ણ, દશેરાએ એરક્રાફ્ટ કેનેડાથી આવશે

અમદાવાદમાં સી પ્લેન માટેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. દશેરાના દિવસે એરક્રાફ્ટ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. સંભવિત ઓક્ટોબરથી શરૂ થનારી સી-પ્લેન સેવા અગાઉ તંત્ર દ્ધારા તૈયારીઓ કરવામાં આવી છે. ચંદ્રનગર બ્રિજ પાસે જેટી ફિટ કરી દેવામાં આવી છે. સી-પ્લેનની પ્રથમ ઉડાન વિદેશી પાયલટ દ્વારા કરવામાં આવશે.પ્રથમ પાંચ મહિના પાયલોટિંગ અંગે તાલીમ આપવામાં આવશે. સાબરમતી નદીથી સરદાર સરોવર ડેમ સુધી ઉડનારા સી પ્લેનની વન વે ટિકિટ 4500 થી 4800 જેટલી રાખવામાં આવશે.મહત્વનું છે કે સી પ્લેન દ્વારા અમદાવાદથી નર્મદા સરદાર સરોવર સુધીનું 198 કિમીનું અંતર 50 મિનિટમાં કાપવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola