ABP News

CBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ

Continues below advertisement

CBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ

સીબીએસીની માન્યતા રદ્દ થતા સ્કૂલ હાઈકોર્ટના શરણે પહોંચ્યું છે.. સીબીએસીની માન્યતા રદ્દ થતા અમદાવાદની તુલીપ સ્કૂલ હાઈકોર્ટના શરણે પહોંચી ગઈ છે..અમદાવાદની તુલિપ સ્કૂલ હાઈકોર્ટના શરણે જવાબ રજૂ કરવા કહ્યું હતું.. સીબીએસી બોર્ડને હાઈકોર્ટની સૂચના મળી હતી જેમાં કથિત ગેરરિતીઓના કારણે સીબીએસી બોર્ડની માન્યતા રદ્દ થઈ છે...         

CBSE બોર્ડ દ્વારા ડમી સ્કૂલોને લઈને દેશભરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં પણ CBSE સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની 4 સ્કૂલોમાં ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. જેને લઈને CBSE બોર્ડ દ્વારા ચાર સ્કૂલોનું એફિલેશન રદ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કુલ 14 જેટલી સ્કૂલોનું એફિલેશન રદ કરવામાં આવ્યું છે.

અમદાવાદની ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, DPS હીરાપુર અને DLA એકેડેમી ઓફ લિટલ પીપલ સ્કૂલનું એફિલેશન રદ કરવામાં આવ્યું છે. જોકે આ અંગે કેટલીક સ્કૂલોએ હાઇકોર્ટનો સહારો લીધો છે. સ્કૂલોએ વિધાર્થીઓની ગેરહાજરી માટે કેટલાક કારણ પણ આપ્યા છે. જોકે, આગામી દિવસમાં કોર્ટ દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવશે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram