Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
ન માત્ર રાજકોટ, વડોદરા પણ અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. એવિએશન સેક્ટરના નવા સુરક્ષા નિયમો અને ટેક્નિકલ ખામીની દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગો પર અસર થઈ. અમદાવાદ, દિલ્લી સહિતના 10થી વધુ એરપોર્ટ પર ઈન્ડિગોની 300થી વધુ ફ્લાઈટ રદ થઈ છે.. દિલ્લી એરપોર્ટ પર આજે ઈન્ડિગોની કૂલ 95 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં 48 દિલ્લીથી ટેક ઓફ થનારી અને 47 દિલ્લી એરપોર્ટ પર લેન્ડ થનારી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો હતી. તો મુંબઈમાં 86, બેંગલુરૂમાં 73, હૈદરાબાદમાં 64, જયપુરમાં ચાર અને ઈન્દોર એરપોર્ટ પર ઈન્ડિગોની ત્રણ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ફ્લાઈટો રદ થતા એરપોર્ટ પર યાત્રીકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.. ઈન્ડિગો એરલાઈન્સે બુધવારે એક નિવેદન જાહેર કર્યું કે, નાની મોટી યાંત્રિક ખામી, ઠંડીને લીધે ફ્લાઈટના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા.એવિએશન સિસ્ટમનું ધીમુ નેટવર્ક અને ક્રુ મેમ્બર્સના શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમોને લીધે અસર થઈ છે.. જોકે, આજ સુધી સ્થિતિ સામાન્ય થઈ જશે.