Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

Continues below advertisement

કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા, અડધીરાત્રે ધરતીકંપ આવતા લોકો ઘરની બહાર દોડ્યા

ગુજરાતના કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. તાજા રિપોર્ટ પ્રમાણે, કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના રાપરમાં મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઉઠીને ઘરની બહાર દોડ્યા હતા. આ વખતે પણ ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાપરથી 19 દુર નોંધાયુ હતુ. 

કચ્છ જિલ્લામાં ગઇરાત્રે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાજા અપડેટ પ્રમાણે, જિલ્લાના રાપરમાં ગઇ મોડી રાત્રે 1 વાગેને 47 મિનીટે ભૂકંપથી ધરતી ધ્રુજી હતી. કેટલાક ભાગોમાં અચાનક ભૂકંપનાં આવવાના શરૂ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ 2.6ની નોંધાઇ અને કેન્દ્રબિન્દુ રાપરથી 19 કીમી દુર નોંધાયુ હતુ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola