Ahmedabad Corona Update: અમદાવાદના નાગરિકો થઈ જાઓ સાવધાન, 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 17 કેસ. ચાલુ મહિનામાં અમદાવાદ શહેરમાં કોરોનાના 89 કેસ નોંધાયા છે. જેમાં 76 એક્ટિવ કેસ છે.. જ્યારે બે દર્દીઓ સારવાર હેઠળ છે. તો 13 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તરફ વલસાડના વાપીમાં પણ એક 75 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.. કોરોના સંક્રમિત વૃદ્ધની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.. તો આરોગ્ય વિભાગે પણ સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. તો રાજકોટ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ સક્રિય કેસનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે.. જો કે રાહતની વાત એ છે કે તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે..