અમદાવાદ મનપાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી 15 લાખ રૂપિયાની કટકી માંગી હોવાની ACBમાં ફરિયાદ
કોરોનાની સ્થિતિમાં બીલના નાણાં પાસ કરાવવા ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી આરોગ્ય અધિકારી વતી નાણાંની માંગણી કરનારા ડો.નરેશ મલ્હોત્રા સામે ACB એ ગુનો દાખલ કર્યો છે. ACB ની ફરિયાદ અનુસાર CIIMS હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી હતી અને તેમાં બીલની રકમ મંજૂર કરવા માટે AMC ના ડે.હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના MD ડો નરેશ મલ્હોત્રા સામે ગુનો દાખલ કર્યો છે.ABP અસ્મિતાએ ડો.નરેશ મલ્હોત્રા સાથે ટેલિફોનિક વાતચીત કરતા વચેટિયા ડો.નરેશ મલ્હોત્રાએ પોતાના પરના આક્ષેપ ફગાવ્યા અને ACB ની ફરિયાદ ન મળી હોવાનો સ્વીકાર કર્યો હતો. એટલું જ નહીં ડેપ્યુટી આરોગ્ય અધિકારી ડો.અરવિંદ પટેલ સાથે તાજેતરમાં મુલાકાત પણ ન થઈ હોવાનો સ્વીકાર કર્યો.આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય અધિકારી ડો.અરવિંદ પટેલ ચાંદલોડિયા સ્થિત તેમના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગયા હોવાનું ABP અસ્મિતાની તપાસમાં સામે આવ્યું હતું.