સુરતઃ ભાજપના ક્યા ધારાસભ્યના નામે 10 કરોડ રૂપિયા ચાઉં થયાનો લાગ્યો આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના ઓલપાડમાં ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલના નામે કરોડો રૂપિયાના ઉઘરાણા કરી લેવામાં આવ્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ધારાસભ્યના નામે હાર્દિક પટેલ નામના શખ્સે ઝીંગા ફાર્મ માલિકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. ભેસ્તાનના હાર્દિક પટેલે અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ રૂપિયાના ઉઘરાણા કરી લીધાનો આરોપ લાગ્યો છે. તપાસમાં સામે આવ્યું કે ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાને આ ઉઘરાણા કરવામાં આવ્યા. જોકે ઝીંગા ફાર્મના માલિક સંદિપ પટેલની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. ત્યારબાદ ધારાસભ્યએ ભેસ્તાનના હાર્દિક નામના વ્યકિત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરી લીધી છે. ધારાસભ્ય મુકેશ પટેલે દાવો કર્યો કે ભેસ્તાનનો હાર્દિક પોતાનું નામ વટાવતો હોવાની ઓડિયો ક્લીપ સામે આવી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી.
Continues below advertisement