અમદાવાદ એરપોર્ટના નામ પર ગરમાઇ રાજનીતિ, સરદારનું નામ દૂર કરવાનો કોગ્રેસે લગાવ્યો આરોપ
Continues below advertisement
અમદાવાદ એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ નામના બદલે અદાણી એરપોર્ટનાં લાગેલા બોર્ડથી વિવાદ સર્જાયો છે. કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારે જે સવલત ઉભી કરી તેના મલિક જનતાને બનાવ્યા. નર્મદા યોજના, સચિવાલય કૃષિ યુનિ. તમામને સરદાર પટેલનું નામ કોંગ્રેસે આપ્યું. કંપનીએ સરદાર પટેલના નામની જગ્યાએ અદાણી નામ લખવાનું શરૂ કર્યું. ખાનગીકરણ કરીને ભાજપે અંતે એરપોર્ટનું નામ બદલ્યું. કોંગ્રેસ આ બાબતનો વિરોધ કરે છે અને લડત પણ લડશે
Continues below advertisement