અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો ક્યા વિસ્તારોને મુકાયા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં?
Continues below advertisement
અમદાવાદમાં કેસ વધવાની સાથે માઈક્રો કંટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. ચારસો ત્રીસ વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોધપુરમાં 108 મકાનમાં 383 લોકો, ચાંદલોડિયામાં 60 મકાનમાં 235 લોકો, ગોતામાં 54 મકાનમાં 200 લોકો, મણિનગરમાં 48 મકાનમાં 195 અને થલતેજમાં 32 મકાનમાં 120 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે AMCએ વધુ 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કર્યા. આ સાથે શહેરમાં કુલ 430 વિસ્તારમાં અમલવારી થઈ રહી છે. જ્યારે 19 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ દૂર કરવામાં આવ્યું છે.
Continues below advertisement