અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, સંક્રમિત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર
અમદાવાદમાં કોરોના વાયરસનું સક્રમણ વધી રહ્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પણ વધ્યા છે. અમદાવાદમાં 224 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. બોડકદેવના ઇન્દ્રપ્રસ્થમાં 800 અને નવરંગપુરાના અનલ ટાવરમાં 793 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.