કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે ખેડૂતોની દિલ્હી કૂચ
Continues below advertisement
દિલ્હીમાં ખેડૂત રેલીને લઇને કરવામાં આવેલી જાહેરાત પર દિલ્હી પોલીસ હાઇ એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને પોત પોતાના જિલ્લાની બોર્ડર પર પોલીસે કડક સુરક્ષા ગોઠવી દીધી છે. ખાસ કરીને ગાડીઓને ચેક કરવામાં આવી રહી છે, જેનાથી ખબર પડી શકે કે તેમાં ભરીને લોકોની ભીડ તો નથી આવી રહી. કાલે બપોર બાદથી પોલીસ કર્મીઓને ડ્યૂટી પર લગાવી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં રાત્રે પણ અલગ અલગ એરિયામાં જિલ્લા પોલીસે ચેકિંગ વધારી દીધુ હતુ.
Continues below advertisement