કોરોના વધતા આ શહેરમાં શાકભાજીવાળા, કરિયાણાના વેપારી, રિક્ષા ડ્રાઇવરના કરાશે ટેસ્ટ
Continues below advertisement
અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે પ્રશાસને નિર્ણય લીધો કે શહેરના તમામ સુપર સ્પ્રેડર્સના ફરી ટેસ્ટ કરાશે. અમદાવાદ મહાપાલિકા ઝુંબેશ ઉપાડશે અને 18 સ્થળોએ સુપર સ્પ્રેડરના એંટિજન ટેસ્ટ કરશે. જેમાં મુખ્યત્વે શાકભાજીવાળા, કરિયાણાના વેપારી, રિક્ષા ડ્રાઇવર, દવાની દુકાનવાળાના એંટિજન ટેસ્ટ કરાવી તેનું કાર્ડ અપાશે. તો સુપર માર્કેટમાં કામ કરતાં કર્મચારી અને ડિલિવરી બોયના ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાના રહેશે
Continues below advertisement