અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાત બાદ લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા ઉમટ્યા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો હોવા છતાં લોકો હજુ ટોળેવળીને ઉભા રહે છે. અખબારનગરના કડીયાનાકે એકઠા થયેલા લોકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોની ભંગ કરતા નજરે પડ્યા હતા. કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત રાજ્ય સરકારે જાહેરાત કરી છે.