Ahmedabad News: ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ : ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરાયેલ આરોપીનું મોત

Continues below advertisement

અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ. ડ્રિંક એન્ડ ડ્રાઇવ ધરપકડ બાદ આરોપીનું મોત. દર્શન ચૌહાણની અટકાયત બાદ મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો. હોસ્પિટલમાં અચાનક તબિયત બગડી. અચાનક તબિયત બગડ્યા બાદ દર્શનનું મોત થયું. હાલ તો મૃતદેહનો પોસ્ટ મોર્ટમમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. જેથી પરિવારના લોકો પણ હૉસ્પિટલ પહોચ્યા છે. તેમને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા કે દારૂના અડ્ડા પરથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી..પરંતુ બુટલેગર કેમ નહીં?. પોલીસ બુટલેગર પાસે હપ્તા વસૂલી કરી હોવાનો પરિવારનો આરોપ છે. જો કે આ તરફ પોલીસનું કહેવું છે કે ટ્રોમ સેન્ટરમાં ઉતરી વખતે દર્શન ચૌહાણ નામનો યુવાન અચાનક ઢળી પડ્યો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram