Ahmeddabad Hatkeshwar Bridge : અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ
Ahmeddabad Hatkeshwar Bridge : અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પહેલા તબક્કામાં બેરિકેટિંગ લગાવી બ્રિજ તોડાશે. મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સીને સોંપાયું છે કામ. મહારાષ્ટ્રની એજન્સી બ્રિજને તોડવાની કામગીરી કરશે. 3.90 કરોડના ખર્ચે બ્રિજને ઉતારવાનું ટેન્ડર થયું છે મંજૂર.
હાટકેશ્વર બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભ્રષ્ટાચારના પર્યાય હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની બ્રિજની ઉપરના રોડને તોડવાની કામગીરી શરૂ કરાઇ. આગામી દિવસમાં બેરીકેટિંગ કરી બ્રિજ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સી દ્વારા બ્રિજ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. 3.90 કરોડના ખર્ચે બ્રિજ ઉતારવાની શરત મંજુર કરાઈ છે ટેન્ડરમાં.